


Your Query

Single Articles
- Home
- Single Articles

ચેક રીટર્ન કેસમાં કેતન પરમારને 1 વર્ષની સજાનો હુકમ
ચેકની રકમ 6 ટકાના સાદા વ્યાજે ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરતી કોર્ટ સાજ સમાચાર રાજકોટ, તા.20 રાજકોટની કોર્ટમાં ચેક રીર્ટન કેસ ચાલી જતા કેતન પરમારને 1 વર્ષની સજાનો હુકમ થયો છે. ચેકની રકમ 6 ટકાના સાદા વ્યાજે ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો આદેશ થયો છે. કેસની વિગત મુજબ, ડિલીંગ બેનીફીશ્યલ ફાયનાન્સ સર્વિસીઝ પ્રા.લી.માંથી આરોપી કેતન બાબુભાઈ પરમારે પર્સનલ લોન લીધી હતી. જે લોનની બાકી રકમ ચુકવવા આરોપીએ ફરિયાદી કંપનીને યેક આપ્યો હતો. જે ચેક ફંડસ ઈનસફીસીયન્ટના શેરા સાથે વસુલાત વગર પરત ફરેલ. જેમાં આરોપીને નોટિસ આપવા છતાં રકમ ન ચુકવતા ફરિયાદી કંપનીએ રાજકોટની અદાલત સમક્ષ કેસ દાખલ કર્યો હતો. કેસ ચાલતા ફરિયાદી કંપનીના વકીલ અભિષેક શુકલ દ્વારા કરેલ દલીલ અને ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાને ધ્યાને રાખીને આરોપીને એક વર્ષની સજા અને ચેક મુજબની ટકમ તથા 6 ટકાના સાદા વ્યાજે રકમ ચુકવી આપવી અને ચુકવવામાં કસુર કરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં ફરિયાદી કંપની વતી શુકલ લીગલ સર્વીસ ટીમના સિનિવયર એડવોકેટ નલીનકુમાર કે. શુકલ, અભિષેક એન. શુકલ, હેતલ એ. શુકલ, જય એન. શુકલ, જય ડી. બરદાના, અજય કે. પરમાર, ભરત ટી. ઉપાધ્યાય, ભાર્ગવી. એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, અજય એન. રાઠોડ, વિશ્વરાજસિંહ કે. ગોહિલ, શક્તિ કે. ગઢવી, સહાયક મિતુલ કે. કાછડીયા, વિવેક પી. પારેખ રોકાયેલા છે.
