


Your Query

Single Articles
- Home
- Single Articles

ફાયનાન્સ કંપનીને કાર્યવાહી કરતી અટકાવવા કરેલ મનાઈ હુકમની અરજી નામંજૂર કરતી કન્ઝયુમર કોર્ટ
રાજકોટ, તા.૬ આઈસીઆઈસી હોમ ફાયનાન્સ કંપની લિમિટેડ પાસેથી પ્રકાશભાઈ જગજીવનભાઈ જોશીએ હોમ લોન લીધેલ. સાથે આઈસીઆઈસી પૂડનસિયલ લાઇફ ઈન્સ્યોરન્સમાંથી વીમો ઉતરાવેલ. પ્રકાશભાઈનું પરિવારના સભ્ય દ્વારા ફાયનાન્સ કંપની અને ઈન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ જુનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલ હતો. અવસાન થતા તેમના અભિષેક શુક્લ એડવોકેટ હોમ લોનના આ કેસ દરમિયાન અરજદાર દ્વારા લોનના હપ્તા ન ભરવા વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવાની દાદ માગવામાં આવેલ. ફાયનાન્સ કંપની વતી રોકાયેલા વકીલ અભિષેક એન. શુકલા દ્વારા દલીલ કરવામાં આવેલ કે, સરફેશી એક્ટ-૨૦૦૨ કલમ-૩૪ અંતર્ગત કોઈપણ દીવાની કોર્ટ ત્રણ વસુલાત ટ્રીબ્યુનલ અથવા એપેલેટ ટ્રીબ્યુનલને આ અધીનીયમથી અથવા તે હેઠળ નિર્ણય કરવાની સત્તા આપી હોય તેવી કોઈપણ બાબતના સંબંધમાં, કોઈપણ દાવો અથવા કાર્યવાહી કરવાની હકુ મત નથી. આ અધિનિયમથી અથવા તે હેઠળ અથવા બેંક અને નાણાકીય સંસ્થાના લેણાં-|દેવાની વસુલાત બાબત કોઈ મનાઈ હુકમ આપી શકે નહીં. જે દલીલ ધ્યાને લઇ જુનાગઢ કન્ઝયુમર કોર્ટે અરજદારની હપ્તા ભરવામાંથી વચગળાનો મનાઈ હુકમ ફરમાવવાની અરજી ફગાવેલ અને હુકમ કરેલ કે મિલકત લોન પર હપ્તા ન ભરવાનો આ પ્રકારનો મનાઈ હુકમ ફરમાવવાની સત્તા કન્ઝયુમર કોર્ટને નથી. આ કેસમાં ફાયનાન્સ કંપની વતી સિનિયર એડવોકેટ નલીકુમાર કે. શુક્લ, અભિષેક એન. શુક્લ, હેતલ એ. શુક્લ, જય એન. શુક્લ, જય ડી. બરદાણા, અજય એન. રાઠોડ, ભાર્ગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, ભરત ટી. ઉપાધ્યાય, ધર્મેશ કે. દવે, વિશ્વરાજસિંહ કે. ગોહિલ, અવિન એસ. બાપત અને સહાયક તરીકે ભુવન કે, ડાંગર તથા નિકેત એસ. જોષી રોકાયેલા હતા.
