


Your Query

Single Articles
- Home
- Single Articles

ઈ-ઓક્શનમાં વેચાયેલ મિલ્કતની નોંધ કરતી વખતે લોન લેનારે કરેલા વાંધા ફગાવાયા
રાજકોટ, તા.24 કેપરી ગ્લોબલ કેપિટલ લિમિટેડ દ્વારા વર્ષ 2019માં મોરબી જિલ્લાના હળવદ શહેરમાં સિટી સર્વે નંબર 4540ની બે દુકાનો પર લોન આપવામાં આવી હતી. લોનની ચુકવણી ન થતાં, કંપની સરફેસી કાયદા મુજબ મિલકતનો કબજો લઈ ઈ-ઓક્શન દ્વારા ગોપાલભાઈને વેચાણ કરી હતી. ગોપાલભાઈએ સિટી સર્વે રેકોર્ડમાં નામ દાખલ કરવા અરજી કરી, જે અંતર્ગત 135-ડી નોટિસ જારી કરવામાં આવી હતી. નોટિસના જવાબમાં, મૂળ માલિક સોનલબેન, જેઓ લોન લેનાર હતા, તેમણે વાંધા રજૂ કર્યા અને વિવાદ ઊભો કયોં હતો. સુપરિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ સમક્ષ, કેપરી ફાઇનાન્સ કંપનીના વકીલ અભિષેક શુક્લા અને તેમની ટીમ દ્વારા સરફેસી કાયદા મુજબ મિલકતની જપ્તી અને હરાજીની કાયદેસરની કાર્યવાહી અંગે દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવ્યા. આ પુરાવાઓને ધ્યાનમાં રાખીને, સુપરિન્ટેન્ડન્ટ લેન્ડ રેકૉર્ડ્સ દ્વારા સોનલબેનની અરજી નામંજૂર કરવામાં આવી અને ગોપાલભાઈના નામે મિલકતનું વેચાણ નોંધ પ્રમાણિત કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ કેસમાં કેપરી ફાઇનાન્સ કંપની તરફથી સિનિયર એડવોકેટ નલીકુમાર કે. શુક્લ, અભિષેક એન. શુક્લ, હેતલ એ. શુક્લ, જય એન. શુક્લ, જય ડી. બરદાણા, અજય એન. રાઠોડ, ભાર્ગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, ભરત ટી. ઉપાધ્યાય, ધર્મેશ કે. દવે, વિશ્વરાજસિંહ કે. ગોહિલ હાજર રહ્યા હતા.
